ગઈ કાલે મોડી રાત્રે વાપી – સુરત રેલવે વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનના પાર્સલ બોગીમાં લઈ જવાતો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સચિન નજીક કેટલાક સ્થાનિક લોકોને આ બાબતની માહિતી મળી હતી ,જ્યાં બાદમાં રેલવે આરપીએફ ને જાણ કરાતાં સમગ્ર દારૂનો જથ્થો ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
જે દારૂનો જથ્થો ઝડપાયો છે તે પાર્સલ પર એક જગ્યાએ ઉદવાડા સ્પસ્ટ પણે દેખાઈઆવે છે એટલેકેઆ જથ્થો ત્યાંથી આવ્યો છે તે સાબિત થાય છે. એનો મતલબ એ થયો કે વલસાડ પોલીસના નાક નીચેથી દારૂ પસાર થઇ રહ્યું છે તો શું વલસાડ પોલીસને ખબર નહિ હોય કે પછી આપના કામ બનતા ભાડ મેં જાયે જનતા જેવું કંઈક છે ? વલસાડ પોલીસની વીના આટલો મોટો જથ્થો કેવીરીતે હેરાફેરી થઈ શકે. જનતાની સેવાના બણગા ફુંકતી પોલીસને કોણ સમજાવે કેઆ ને જનતાની સેવા કહેવાય? શું પોલીસતંત્ર હજુ પણ ઉઘી રહ્યુ છે કેઆ વા કાંડ છાશવારે સામેઆ વે છે.
જ્યારે પણઆ વી કોઇ ઘટના બને તેની સામે ઢાંકપીછોડો કરવામાં પાવરધી પોલીસ પોતે નિર્દોશ છે અથવાતોઆ વી કોઇ ઘટના બની જ નથી એવી વાતો કરે છે. જનતાનો ભરોશો તૂટશે ત્યારે કોણ જવાબઆ પશે?
બુટલેગરો માટે દારૂની હેરાફેરી કરવી અાટલી સરળ તેમા તંત્રનો હાથ હોવાનો નહીતો આ શક્ય જ ન બને. દમણથી મોટા પ્રમાણમા દારૂની ખેપો લાગે છે ઉદવાડા સેન્ટર બુટલેગરો માટે આશિર્વાદ સમાન છે, ત્યારે શુ વલસાડ પોલીસના સપોર્ટવીના શુ આ શક્ય છે? અમારો છે આ સીધો સવાલ….