રાજસ્થાનના ચિતૌડગઢમાંPM નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનની કારને નડ્યો અકસ્માત. અકસ્માતમાં જશોદાબેનને ઇજા પહોંચી છે.આ અકસ્માતમાં એક વ્યક્તિના મોતના પણ સમાચાર મળ્યા છે.
સમાચાર મુજબ જશોદાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે. જશોદાબેન રાજસ્થાનના ચિતૌડગઢમાં કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે અા દુર્ઘટના સામે અાવી છે.અકસ્માત બાદ તેમને સારવાર અર્થે ચિતૌડગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે.