ગુજરાતની કોલેજોમા સેમેસ્ટેર પદ્ધતિ બંધ કરવાના મામલે રાજ્ય સરકાર તરફથી અાજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી. સરકારનું સેમેસ્ટેર પદ્ધતિ મુદે વલણ સ્પષ્ટ કર્યુ હતુ.
અાપને જણાવી દઈએ કે રાજ્યભરની કોલેજમાં સેમેસ્ટર પ્રથા બંધ કરવાની માંગ થઈ રહી છે. જેને લઈને રાજ્ય સરકારે કોલેજોમાં સેમેસ્ટર પદ્ધતિ બંધ કરવી કે કેમ તે મુદ્દે મંતવ્ય માંગ્યા છે.
કોલેજમાં સેમેસ્ટર પદ્ધતિ પર ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાનું નિવેદન,સેમેસ્ટર અંગે સરકાર વિચારણા કરશે, વાલી, વિદ્યાર્થી અને VC સાથે ચર્ચા કરાશે, ચર્ચા બાદ વાઇસ ચાન્સલેસર રિપોર્ટ અાપશે, રિપાર્ટના અભ્યાસ બાદ નિર્ણય લેવાશે