વડાપ્રધાન નરેન્દ્ર મોદી અાજે બે ચૂંટણી રેલીઓ ગજવશે, પશ્ચિમ ત્રિપુરાના ઉત્તરપશ્ચિમ મુસ્લિમ બહુમતી ઘરાવતા અને ઉત્તર ત્રિપુરામાં કૈલાશહરા ખાતે સભાને સંબોધશે.સોનમુરા વિસ્તારમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ સુબલ ભૌમિક તેમના નસીબને અજમાવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ મતક્ષેત્ર મુખ્યમંત્રી માણિક સરકારના ધાનપુર બેઠકમાં અાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સ્પેશિયલ પ્લેનમાં સવારે અાવી પહોંચશે થોડા સમય અારામ કર્યા બાદ કાર્યક્રમ શરૂ કરાશે.ત્યાં રેલીને સંબોધ્યા બાદ, કૈલાશહર જશે.કૈલાશહરની રેલી પૂરી થાય તે પછી, વડાપ્રધાન ખાસ વિમાન દ્વારા દિલ્હી પરત ફરશે.