ફોર્બ્સની અબજોપતિઓની યાદી અનુસાર, ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડી દીધા છે. ભૂતકાળમાં આ યાદીમાં એક સ્થાન નીચે સરકી ગયેલા અદાણીએ ફરી એકવાર વિશાળ છલાંગ લગાવી છે. આ વખતે તે ફરી એકવાર જેફ બેઝોસને પછાડીને વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.ગૌતમ અદાણીની નેટવર્થ 148.8 બિલિયન ડોલરફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, કંપનીઓના શેરના ભાવમાં વધારાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ ઝડપથી વધી છે. બુધવાર સુધીમાં, તેમની કુલ નેટવર્થ 148.8 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.
આ સંપત્તિ સાથે તે ફરી એકવાર વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.ગૌતમ અદાણીથી પાછળ રહ્યા એમેઝોનના ચીફગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા વધારાને કારણે એક સમયે વિશ્વના નંબર વન અબજોપતિ ગણાતા એમેઝોનના સ્થાપક અને વડા જેફ બેઝોસ પણ તેમનાથી પાછળ રહી ગયા છે. ફોર્બ્સ ઈન્ડેક્સ અનુસાર જેફ બેઝોસની નેટવર્થ ઘટીને 136.7 બિલિયન ડોલર થઈ ગઈ છે. સંપત્તિમાં ઘટાડાને કારણે તે હવે વિશ્વના સૌથી અમીર અબજોપતિઓની યાદીમાં ચોથા નંબરે પહોંચી ગયો છે.ગૌતમ અદાણીએ જેફ બેઝોસને 12.1 અબજ ડોલરથી પાછળ છોડી દીધાજણાવી દઈએ કે, ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ગૌતમ અદાણી જલ્દી જ પ્રોપર્ટીના મામલે જેફ બેઝોસને પાછળ છોડી શકે છે.
ગૌતમ અદાણીએ હવે સંપત્તિના મામલામાં જેફ બેઝોસને 12.1 અબજ ડોલરથી પાછળ છોડી દીધા છે. હવે માત્ર એલોન મસ્ક, ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના CEO અને ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ જ વિશ્વમાં ગૌતમ અદાણી કરતાં વધુ સમૃદ્ધ છે.