રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે કેન્દ્ર કક્ષાએથી એક બાદ એક નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે થોડાક દિવસ આગાઉ કોંગ્રેસમાં જુમો અને જુસ્સો વધારવા તેમજ તૂટતી કોંગ્રેસને બચાવવા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાત આવી પહોંચ્યા હતા જયાં તેઓએ બુથ યુદ્રાઓ સાથે સંવાદ કરી જુદી- જુદી ચૂંટણીલક્ષી જાહેરાત કરી હતી આગામી દિવસોમાં હજુ રાહુલગાંધીના ગુજરાત પ્રવાસ વધશે તેવું કોંગ્રેસ નેતાઓ જણાવી રહ્યા છે આગામી નવરાત્રિ તહેવાર એટલે ગુજરાતના ગરબાની ઓળખ સમ્રગ વિશ્લમાં પ્રખ્યાત છે
ગુજરાતના સુપ્રિસિદ્ર ગરબા તેમજ માતાજીની આરાધનામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધય્ક્ષ સોનિયાગાંધી , ઉપાધ્યક્ષ રાહુલગાંધી અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકાગાંધી નવરાત્રિનો પર્વ મનાવવા ગુજરાતના અમદાવાદમાં આવી શકે છે મિશન 2022 કોંગ્રેસ પક્ષ સક્રિય જોવા મળી રહ્યો છે અને મોઘવારી ,બેરોજગારી, તેમજ જુદા જુદા મુદ્દાઓને લઇ લોકો વચ્ચે જઇ રહ્યો છે 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા સાંકેતિક બંધનું એલાન આપ્યુ છે અને કોંગ્રેસ નેતાઓ કાર્યકરો મોઘવારી ,બેરોજગારી ,ડ્રગ્સ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.