ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોંમાચક બનાવ જઇ રહી છે કેમ આ વખતે ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે ત્યારે ફરી એકવાર ભાજપ આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહારનો શરૂઆત થઇ ચૂકી છે થોડાક દિવસ આગાઉ કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુચૌહાણએ આપ પાર્ટીને અર્બન નકસલવાદી ગણાવ્યા હતા ત્યાર આજે વડોદરામાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપ કાર્યાલયના ભૂમિપુજન કાર્યક્રમ હાજરી આપી હતી જેમાં સંબોધન દરમિયાન આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા આપના નેતા મેઘા પાટકરને નર્મદા વિરોધી ગણાવ્યા હતા અને મેઘા પાટકરના કારણે નર્મદા યોજના 20 વર્ષ સુધી અટવાઇ હોવાની વાત તેમણે કરી હતી
તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી ચહેરો મેઘા પાટકરને બનાવતી હોવાનું દાવો પણ પાટીલ દ્રારા કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ તેમણે કોંગ્રેસનો વારો લીધો હતો ભારત જોડોયાત્રા ગુજરાતમાંથી પસાર ન થતા પાટીલ પ્રહાર કરતા કહ્યુ હતુ કે ગુજરાતને લાયક પણ નથી ગણતી કોંગ્રેસ અને ભારત જોડો યાત્રા શરૂ કરનાર કોંગ્રેસના માજી પ્રમુખ એમના માટે આપણે બીજો શબ્દ વપરાય નહી ભારતજોડો ગુજરાતને પણ સમાવેશ કરવામાં તેમની માનસિક્તા ન હોવાનું પાટીલે આરોપ લગાવ્યા હતા ગુજરાત માટે કોંગ્રેસના કેવા ભાવ છે.