વિદેશી દારૂની હેરફેર હોય કે પછી વેચાણ પોલીસથી બચવા બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા સમયાંતરે જોવા મળ્યા છે. જ્યાં સુરતના બેગમપુરા વિસ્તારમાં પિસીબી પોલીસે છાપો મારી ઘરના રસોડામાં બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂની જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બુટલેગર સુરેશચંદ્ર રાણા ની ધરપકડ કરી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીબિશનના કેસોને ડામવા તેમજ દારૂની થતી હેરાફેરી ને લઈ સુરત પિસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ રોજ સુરતના બેગમપુરા વિસ્તારમાં સુરેશચંદ્ર રાણા ને ત્યાં પીસીબીએ મળેલ માહિતીના આધારે છાપો માર્યો હતો. પોલીસ ના છાપા દરમ્યાન ઘરના રસોડામાં બનાવવામાં આવેલ ચોર ખાનું મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતા મોટાપ્રમાણમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સુરેશ રાણાની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની કબૂલાત કરી હતી..પોલીસ થી બચવા આ દારૂનો જથ્થો ઘરના રસોડામાં બનાવેલ ચોર ખાનામાં સંતાડવામાં આવ્યો હોવાની વાત પણ સુરેશ રાણાએ પોલીસને જણાવી હતી. જો કે દારૂ છુપાવવા ઘરના રસોડામાં બનાવેલ ચોર ખાણું જોઈ પિસીબી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પિસીબી પોલીસે સુરેશ રાણાની ધરપકડ કરી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના બુટલેગરો દારૂની હેરાફેરી તેમજ વેચાણ કરવા માટે અવનવી તરકીબ અજમાવી રહ્યા છે. જ્યાં સુરતના બેગમપુરા વિસ્તારમાં પણ આ પ્રકારનો કિસ્સો જોવા મળ્યો છે . અગાઉ સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી બુટલેગરના ઘરમાં બનાવેલ શૌચાલય ના તબ નીચેથી વિદેશી દારૂનું સ્ટોરરૂમ મળી આવ્યું હતું. ત્યારે બુટલેગરોની અવનવી તરકીબો જોઈ પોલીસ પણ અચમબામાં પડી ગઈ છે.