રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનથી વિશ્વએ એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ એક ટ્વીટમાં કહ્યું કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનથી દુનિયાએ એક મહાન વ્યક્તિ ગુમાવી છે. એક યુગ પસાર થઈ ગયો, જ્યારે તેણે 7 દાયકાથી વધુ સમય સુધી પોતાના દેશ અને લોકોનું સંચાલન કર્યું. હું યુકેના લોકોના દુઃખમાં સામેલ છું અને પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.
વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ટ્વીટ કર્યું કે મહારાણી એલિઝાબેથ દ્વિતીય ગૌરવનું પ્રતિક છે. જેમણે પોતાના રાષ્ટ્ર અને લોકોનું નેતૃત્વ કરતી વખતે ફરજની ગહન ભાવના દર્શાવી હતી. આ દુઃખના સમયે મારા વિચારો તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે. ઓમ શાંતિ