હાલ માં અંબેના દર્શન માટે સમ્રગ ગુજરાતમાં લોકો અંબાજી ખાતે ઉમટી રહ્યા છે તેમજ પવિત્ર ભાદરવી પૂનમનો મેળો જેનું અનેરો મહત્વ રહેલો છે. લાખોની સંખ્યામાં પદયાત્રી માં અંબેના દર્શન માટે પહોંચી રહ્યા છે તેમજ રોડ- રસ્તાઓ માઇભક્તો ભરચક થઇ ચૂક્યા છે સ્વાભાવિક છે
છેલ્લા બે વર્ષથી કોરોનાકાળના પગલે ભક્તો ભગવાનથી દૂર રહ્યા હતા અને તમામ તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ હતુ જો કે આ વર્ષે સ્થિતિ સામાન્ય થતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ રિપોર્ટ પ્રમાણે ગુરૂવારના દિવસે માં અંબેના દર્શન માટે 3 લાખથી વધુ દર્શનાથીઓ ઉમટી પડ્યા હતા બોલ માંડી અંબે જય અંબેના નાદ સાથે સમ્રગ રસ્તાઓ અને મંદિર પરિસર ગુંજી ઉઠ્યો છે ચૌદસના દિવસનો અંબાજીમાં અનેરો મહિમા રહેલો છે. તેમજ લાખો શ્રદ્રાળુઓ માનાં ચરણસ્પર્શ કરવા સમ્રગ રાજ્યમાંથી આવી રહ્યા છે લોકો માતાની મોટી-મોટી ધજા અને ભક્તિના નાદ સાથે જોવા મળી રહ્યા છે.