સાધુસંતો દ્રારા મહાદેવના અપમાનની ઘટનામાં એકએકા વધારો થઇ રહ્યો છે તાજેતરમાં જ અમેરિકા ધરતી પરથી સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી આનંદ સ્વામી કરેલા વાણી વિલાસ ત્યાર બાદ રૂગનાથચરણ સ્વામી દ્રારા પણ મહાદેવનું અપમાન કરાતા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેને લઇ સાધુઓના વિવાદિત નિવેદનથી શિવભક્તો ભારે રોષ ફાટી નીક્ળ્યો છે. લોકો આવા નિવેદનો સામે આકરી ટીકા પણ કરી રહ્યા છે છતાય ભગવાનના અપમાનની ઘટના અટકવાનું નામ જ નથી સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી મહાદેવ બાદ હવે બ્રહ્મા ,ઇન્દ્ર ભગવાનનું અપમાન કરતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે વ્યાસપીઠથી સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યુ છેજેમાં સ્વામીએ કહ્યુ કે ગુરુના પેશાબમાં બ્રહ્મા તણાયા છે સ્વામીના નિવેદન શબ્દો કંઇક આવા હતા.
ગુરૂના પેશાબમાં મકોડો તણાતો હતો જેનું પૂર્વ જન્મ જોયો તો તેમાં ઇન્દ્ર હતો ગુરૂના પેશાબમાં ઇન્દ્ર તણાયો એટલે મને આશ્રય થયો કે આ તો જોવું ઇન્દ્રપદવી હતી આજે એ ઇન્દ્ર પેશાબમાં તણાયો કે સમજાયુ તમને ગમે એટલી જશ પ્રતિભા હશે પણ બધું પૂરુ થઇ જવાનુ છે.