ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે ચૂંટણીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ નેતાઓ દ્વારા થઈ રહ્યા છે તેવામાં 27 વર્ષથી બે પક્ષ વચ્ચે ચૂંટણીનો મોટો જંગ થતો આવ્યો છે ત્યારે આ વખતે ત્રિ પાંખિયા ચૂંટણી લડાશે. ત્યારે કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આમ આદમી પાર્ટી અને બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે, આ પહેલા બે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ અને કેશુબાપાનો પણ ત્રીજો પક્ષ ફાવ્યો નહોતો, આપ તો ચિત્રમાં જ નથી અને ભાજપથી લોકો ત્રાહીમામ છે તેમ કહી, કોંગ્રેસ સત્તા પર આવશે તેઓ મત વ્યક્ત કર્યો હતો.સિદ્ધપુર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચંદનજી ઠાકોર આ સીટ પરથી જીત્યા હતા. તેમની સામે ભાજપ પક્ષથી જય નારાયણ વ્યાસની હાર થઈ હતી.
સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં થયેલા સીમાંકનના કારણે આ વિધાનસભામાં કોંગ્રેસ સમર્થિત ગામોનું સિદ્ધપુર વિધાનસભામાં જોડાણ થયું. જેના કારણે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસને કારમી હાર મળી હતી. ત્યારે ચૂંટણી આવતા રાજકારણ ગરમાયું છે ત્યારે ધારાસભ્યને તેમના મત વિસ્તારમાં થયેલા કામોને લઈને સવાલ કરાયો હતો. હાલની રાજનિતીમાં પ્રથમ વખત શિક્ષણનો મુદ્દો ઉમેરાયો છે, તમારા વિસ્તારમાં શિક્ષણનું સ્તર કેવું છે, 5 વર્ષમાં તમે કયા કામો કર્યા? આ વાતને લઈને ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કહ્યું કે, શા કારણે બીજેપીએ 6,500 શાળાઓ બંધ કરી તેમજ શા માટે પરા વિસ્તારની શાળાઓ બીજેપીએ બંધ કરાવી છે.
શેના માટે ભારતીય જનતા પાર્ટી પોતાને મન ફાવે તેમ વિધાનસભામાં કાયદાઓ પસાર કરે છે. બેકારીનો દોર વધી રહ્યો છે. ગુજરાત જ નહીં સિદ્ધપુરની પ્રજાનું શોષણ થઈ રહ્યું છે. ફૂલપુરાની શાળામાં સુધારણા માટે મે માંગણીઓ કરી, શાળા માટે મે ચર્ચા કરી પરંતુ ચોમાસામાં શાળા ડૂબમાં જાય છે. બીજેપીની મનસા ખરાબ હોવાના કારણે મારી શાળા બનાવી શકતા નથી. માંગ પ્રમાણે કામ નથી થતા. શિક્ષણમંત્રી જીતુવાઘાણીએ 20 લાખ કરોડની લોન લીધી તેમાંથી ઓરડાઓ મંજૂર કર્યા છે.
જેમાંથી મેં 96 ઓરડાઓ મંજૂર કરાવ્યા છે પરંતુ ફૂલપુરાની પ્રાથમિક શાળા પાણીમાં ગળાડૂબ થાય છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ભણવા માટે જાય તેનો વિચાર નથી કરતા. શિક્ષણના નામે ભારતીય જનતા ક્યારેય વિચાર નથી કરતી. શિક્ષણના નામે ધતિંગ ચાલે છે. અમારી સરકાર બનશે તો 3000 અંગ્રેજી માધ્યમની શાળા બનાવીશું. આખા ગુજરાતમાં આ શાળા બનશે. 500 રુ.માં ગેસ સિલીન્ડર આપીશું. ખેડૂતોનું 3 લાખ દેવું માફ કરવાના છીએ.બાઈટ 7https://drive.google.com/file/d/1r9KXcdz_pqdj8Rd565c91Gh_om8KNOO8/view?usp=sharing