એશિયા કપ 2022ની છેલ્લી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ તોફાની સદી ફટકારી હતી. ટી20 ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમારે 5 વિકેટ લઈને બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. ભારતે અફઘાનિસ્તાન સામે જંગી અંતરથી જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો.
ભારતે આ રેકોર્ડ બનાવ્યો છે
ભારતે અફઘાનિસ્તાન સામે 101 રને જીત મેળવી હતી. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમની આ બીજી સૌથી મોટી જીત છે. બીજી વખત ભારતે પોતાની વિપક્ષી ટીમને 100થી વધુ રનના માર્જીનથી હરાવ્યું છે. વર્ષ 2018માં ભારતે આયર્લેન્ડ સામે 143 રનથી જીત મેળવી હતી. જે T20 ક્રિકેટમાં ભારતની સૌથી મોટી જીત છે. વર્ષ 2017માં ભારતે શ્રીલંકાને 93 રને હરાવ્યું હતું.
વિરાટ કોહલીએ સદી ફટકારી હતી
વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે તોફાની સદી ફટકારી હતી. તેણે 61 બોલમાં 122 રનની ઇનિંગ રમી જેમાં 12 ફોર અને 6 સિક્સર સામેલ હતી. કોહલીએ સદી ફટકારતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 71 સદી પૂરી કરી લીધી છે. હવે તે રિકી પોન્ટિંગ સાથે સંયુક્ત રીતે બીજા સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે. વિરાટ કોહલીએ પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા.
ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન કર્યું હતું
અફઘાનિસ્તાન સામેની મેચમાં ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરના ક્વોટામાં 4 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ સાથે તે T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેના કારણે જ ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે જીત મેળવવામાં સફળ રહી છે.