શુક્રવારે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન થયું હતું, આવી સ્થિતિમાં શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવીને ગણેશ વિસર્જન માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી છે. ત્યારે વડોદરાના માણેજામાં રાત્રે ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માણેજા ગામમાં રાત્રે ગણેશ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ડીજેમાં ડાન્સ કરવા બદલ મારપીટનો બનાવ બન્યો હતો. વિસર્જનની સવારી દરમિયાન, ત્રણ શખ્સો ડીજેમાં નાચવા માટે ઘૂસ્યા હતા અને ડીજે પર ડાન્સ કરતા મંડળના યુવાનોને માર માર્યો હતો. આ ઉપરાંત તેઓ મેનેજરને મારવા પણ દોડ્યા હતા. વિસર્જન દરમિયાન અસામાજિક તત્વોએ ભારે ખળભળાટ મચાવ્યો હતો.
વિસર્જન દરમિયાન અસામાજિક તત્વોએ ભારે ખળભળાટ મચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડીજેના સંચાલકો પાસેથી ડીજેનો અવાજ ઓછો રાખવા, 10 વાગ્યા પછી ડીજે બંધ રાખવા, લેસર લાઈટનો ઉપયોગ ન કરવા અને ધ્વનિ પ્રદુષણ અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે સોગંદનામું લેવામાં આવ્યું છે. આ સાથે શાંતિપૂર્ણ રીતે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
પાણીઘાટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને જોતા ગણપતિ વિસર્જનના સમય અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ટ્રાફિક જામ ન થાય. આ સાથે આ વર્ષે વિસર્જન માટે કીર્તિ સ્ટેમ્બવાલા રોડથી અને દાંડિયા બજાર બાજુથી બે રૂટ પણ નક્કી કરવામાં આવ્યા છે.