બંગાળની ખાડીમાં પશ્ચિમ મધ્ય દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરને કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં નજીકના ભવિષ્યમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જાવાને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 23 સપ્ટેમ્બર અને ત્યાર બાદ વરસાદી માહોલ રહેશે. આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 13 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ અને સામાન્ય વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. તેમજ અંબાલાલ પટેલ વતી જણાવાયું છે કે દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે.
ખાસ વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યના 18 જિલ્લામાં વરસાદ પડી શકે છે. જેમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની સંભાવના છે.