કોંગ્રેસ તેલુગુ દેશમ પાર્ટી અને વાય અેસ અાર કોંગ્રેસના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી 5 માર્ચ સુધી સ્થગિત કરવામાં અાવી.સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો હવે પાંચ માર્ચથી શરૂ થઈને છ એપ્રિલ સુધી ચાલશે.
આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમોને લાગુ કરવા, અલગ રેલવે જૉન અને કેટલીક અન્ય માંગણીઓને લઇને સતત ચાર દિવસથી લોકસભામાં રજૂઆત કરતા તેલુગુ દેશમ પાર્ટી અને વાય અેસ અાર કોંગ્રેસના સભ્યોઅે અાજે પણ હોબાળો કર્યો.કોંગ્રેસના સભ્યોએ હાથમાં પોસ્ટર રાખ્યા હતા અને રક્ષા મંત્રી જવાબ દો, રાફેલની કિંમત બતાવો જેવા નારા શરૂ કર્યા હતા.તે દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પણ ત્યાં હાજર હતા.
હોબાળા વચ્ચે અધ્યક્ષ સુમિત્રા મહાજને પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સભ્યોનો વિરોધ યથાવત રહેતા કાર્યવાહી સ્થગિત કરવાની નોબત અાવી હતી.