રણવીર અને દીપિકા પાદુકોણને બીચ ખૂબ જ પસંદ છે.આ જ કારણ છે કે સમાચારો છે કે બંને તેમના ડેસ્ટિનેશન વેડિંગ બીચ પર કરશે તેવી યોજના ઘડી રહ્યા છે.દીપિકા પાદુકોણના ‘બિચ વેડિંગ’ ડ્રિમ્સ પર રણવીર સિંહે આવી વાત કહી દીધી છે કે લાગે છે કે હવે રણવીર પણ થોડા સમયમાં પ્રભુતામાં પગલા પાડશે.
જ્યારથી અનુક્ષા અને વિરાટે લગ્ન કર્યા છે, દીપિકા અને રણવીરના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. અત્યાર સુધીતો રણવીરને જ્યારે પણ લગ્નનું પુછવામાં અાવતુ તે હસીને વાત ટાળી દે તો હતો જો કે હવે તે ખુલીને તેના લગ્નની વાત કરે છે. રણવીર દીપિકા સાથે છેલ્લા 4 વર્ષથી રિલેશનમાં છે અને બન્ને અેક બીજા સાથે ખુશ પણ છે. સમાચાર અે પણ છે કે બન્નેએ દીપિકાના જન્મદિવસ પર સગાઈ કરી છે.
આ તમામ સમાચાર વચ્ચે રણવીર કહે છે, મને ખબર નથી કે આવી વાતો ક્યાંથી આવે છે પરંતુ હા, લગ્ન વિશે હું અલબત્ત વિચારુ છુ.થોડા સમય પહેલા જ રાણીવીરના પરિવારે દીપિકાને એક મોંઘો ડાયમંડ સેટ ગિફ્ટ કર્યો હતો.ત્યારબાદ સમાચારો વહેતા થયા હતા કે બન્ને એ સાદગીથી સગાઈ કરી લીધી છે.
હવે જોવાનું અે છે કે અા કપલ ક્યારે પ્રભુતામાં પગલા પાડશે.