એશિયા કપ 2022 T20 ક્રિકેટ ટુર્નામેન્ટની સુપર 4ની ફાઇનલ મેચમાં શુક્રવારે શ્રીલંકાના હાથે પાકિસ્તાનને પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી ફાઈનલ પહેલા બંને ટીમો માટે આ મેચ ‘મિની ફાઈનલ’ જેવી હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં બાબર આઝમની ટીમનું પ્રદર્શન સરખું રહ્યું નથી. પાકિસ્તાનના આ પ્રદર્શન બાદ પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરથી લઈને ફેન્સ સુધી ટીમને ચેતવણી આપવામાં આવી છે.
અખ્તરે ટ્વીટર પર શ્રીલંકા સામે ટીમના પ્રદર્શનની ટીકા કરતા કહ્યું કે ફાઈનલ પહેલા તેઓને તૈયાર થવાની જરૂર છે. ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલ ટીમના બેટિંગ પ્રદર્શન પર ગુસ્સે જોવા મળી રહ્યો છે. કેટલાક ચાહકોનું કહેવું છે કે જો આમ જ ચાલુ રહેશે તો પાકિસ્તાન એશિયા કપ જીતી શકશે નહીં.
મેચમાં પાકિસ્તાનની ટીમ પહેલા ટોસ હારી ગઈ હતી અને ત્યાર બાદ ટીમ લેગ સ્પિનર વાનિંદુ હસરંગાના નેતૃત્વમાં સ્પિનરોની સામે આખી ઓવર પણ રમી શકી ન હતી અને 121 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી શ્રીલંકાએ નિસાન્કાના 48 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 55 રન અને ભાનુકા રાજપક્ષે (24) સાથે 51 રનની ચોથી વિકેટની ભાગીદારીની મદદથી 17 ઓવરમાં પાંચ વિકેટે 124 રન બનાવ્યા હતા. કેપ્ટન દાસુન શનાકાએ પણ 16 બોલમાં 21 રન બનાવ્યા હતા. શ્રીલંકા સુપર ફોર સ્ટેજમાં અજેય રહ્યું હતું.
શ્રીલંકા 5 વિકેટે જીત્યું
આ મેચમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 121 રનમાં સમેટાઈ ગઈ હતી. અહીં પાકિસ્તાનના બેટ્સમેનો પૂરી 20 ઓવર પણ રમી શક્યા ન હતા. જવાબમાં શ્રીલંકાએ પણ માત્ર 2 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, આ પછી બેટ્સમેનોએ સાવચેતીપૂર્વક બેટિંગ કરી અને 17 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. શ્રીલંકાએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી.
લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી અને તેણે બે રન પર બે ખેલાડીઓ ગુમાવ્યા હતા. સૌથી પહેલા મોહમ્મદ હસનૈને કુસલ મેન્ડિસ (0)ને આઉટ કર્યો ત્યારબાદ દાનુષ્કા ગુણાતિલક પણ ખાતું ખોલાવ્યા વિના જ હરિસ રઉફનો શિકાર બન્યો હતો. બાદમાં રઉફે પણ ધનંજય ડી સિલ્વાને 29 રનના સ્કોર પર આઉટ કર્યો હતો.
અહીંથી ઓપનર પથુમ નિસાંકા અને ભાનુકા રાજપક્ષેએ 51 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને સંકટમાંથી ઉગારી લીધું હતું. રાજપક્ષે બે સિક્સરની મદદથી 24 રન બનાવ્યા હતા. અહીંથી શ્રીલંકાની જીત માત્ર ઔપચારિકતા હતી, જેને નિસાંકા અને કેપ્ટન દાસુન શનાકાએ આસાન બનાવી દીધી હતી. પથુમ નિસાંકાએ 48 બોલમાં અણનમ 55 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન તરફથી હસનૈન અને રઉફે બે-બે વિકેટ લીધી હતી.