iPhone 14 સિવાય iPhone 14 Pro, iPhone 14 Plus અને iPhone 14 Pro Max મૉડલ iPhone 14 સિરીઝ હેઠળ લૉન્ચ કરવામાં આવ્યા છે. જો તમે આમાંથી કોઈ પણ મોડલ ખરીદવા માંગતા હોવ, તો અમને જણાવી દઈએ કે iPhone 14 સિરીઝ પ્રી-ઓર્ડર બુકિંગ માટે 9 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ચાલો અમે તમને કિંમતથી લઈને ઑફર્સ સુધીની માહિતી આપીએ.
ભારતમાં iPhone 14 ની કિંમતની વાત કરીએ તો, આ મોડલની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે. ભારતમાં iPhone 14 Plusની કિંમતની વાત કરીએ તો, આ મોડલની કિંમત 89,900 રૂપિયાથી શરૂ થાય છે.
ભારતમાં iPhone 14 Proની કિંમતની વાત કરીએ તો, આ મોડલની કિંમત 1,29,900 રૂપિયાથી શરૂ થાય છે. ભારતમાં iPhone 14 Pro Maxની કિંમત વિશે વાત કરીએ તો, આ મોડલની કિંમત 1,39,900 રૂપિયાથી શરૂ થાય છે.
સેલ
ફ્લિપકાર્ટ ઉપરાંત કસ્ટમર એમેઝોન, રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા પરથી iPhone 14 સિરીઝ ખરીદી શકશે.
Apple India ના અધિકૃત સ્ટોર પર આ નવી સીરીઝ સાથે કેટલીક ઑફરો લિસ્ટેડ કરવામાં આવી છે જેમ કે HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્જેક્શન પર 5 ટકા ઇન્સ્ટન્ટ કેશબેક. રૂ. 54,900 અને તેથી વધુ રકમના સિંગલ ઓર્ડર પર રૂ.6,000 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવશે.
કેટલાક ખાસ સ્પેશિફિકેશન
iPhone 14 Pro ફીચર્સ વિશે વાત કરીએ તો, ડિવાઇસમાં 2000 nitsની પીક બ્રાઇટનેસ છે. જણાવી દઈએ કે આ ફોનમાં લેટેસ્ટ A16 Bionic પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. iPhone 14 અને iPhone 14 Plusમાં 12 મેગાપિક્સલના બે કેમેરા સેન્સર છે. iPhone 14 Plusમાં 6.7 ઇંચની OLED ડિસ્પ્લે છે. iPhone 14ની વિડિયો ક્વોલિટી સુધારવાની સાથે કસ્ટમરને આ ડિવાઇસમાં નવો એક્શન મોડ પણ મળશે. સાથે કસ્ટમર 13માંથી 14માં અપગ્રેડ કરવા માગે છે તો આ આગામી સમયમાં કંપની તેના પર પણ ઓફર્સ લાવી શકે છે.