મોટોરોલા એજ 30 અલ્ટ્રા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે, મહત્વના ફીચર્સ વિશે વાત કરીએ તો, આ મોટોરોલા સ્માર્ટફોન 200 મેગાપિક્સલ કેમેરા સેન્સર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, આ સાથે મોટોરોલા એજ 30 અલ્ટ્રામાં ક્વોલકોમ બ્રાન્ડનું ફ્લેગશિપ પ્રોસેસર પણ આપેલું છે. આ સિવાય આ ડિવાઈસમાં અન્ય કઈ કઈ ખાસિયતો જોવા મળશે, ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.
મોટોરોલા Edge 30 અલ્ટ્રા સ્પેશિફિકેશન
ડિસ્પ્લે: આ મોટોરોલા ફોનમાં 144Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચની ફુલ-એચડી+ (10802400 પિક્સેલ્સ) પોલેડ કર્વ ડિસ્પ્લે છે. ફોન HDR10 Plus 1250 nits ની ટોપની બ્રાઇટનેસ આપે છે. સિક્યોરિટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રોસેસરઃ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે ફોનમાં Qualcomm Snapdragon 8+ Generation 1 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે જ Snapdragon Elite ગેમિંગ ફીચર્સ પણ આ ડિવાઈસમાં ઉપલબ્ધ હશે.
કેમેરા: ફોનના બેક સાઇડમાં 200-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર છે, જેમાં 50-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 12-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે ફોનના ફ્રન્ટ સાઇડમાં 60 મેગાપિક્સલનો કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે, તમને જણાવી દઈએ કે ફ્રન્ટ અને રિયર બંને કેમેરામાં ક્વોડ પિક્સલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કનેક્ટિવિટીઃ ફોનમાં બ્લૂટૂથ વર્ઝન 5.2, 5G, GPS, A-GPS, Wi-Fi 6, USB Type-C પોર્ટ, NFC અને ડિસ્પ્લેપોર્ટ 1.4 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સિક્યોરિટી માટે ફોનમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. સાથે જ તમને આ ડિવાઇસમાં ફેસ અનલોક અને થિંકશિલ્ડ પ્રોટેક્શન પણ મળશે. આ ફોનમાં ડોલ્બી એટમોસ સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યા છે.
બેટરીઃ ફોનમાં લાઇફ લાવવા માટે 4610 mAh બેટરી આપવામાં આવી છે, જે 125 W ટર્બોપાવર વાયર્ડ ચાર્જિંગ અને 50 W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Motorola Edge 30 Ultra Price આ Motorola સ્માર્ટફોનની કિંમત 899 Euros એટલે ભારતી રૂપિયા પ્રમાણે લગભગ રૂ. 72,150 નક્કી કરવામાં આવી છે, આ કિંમત ફોનના 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિએન્ટ માટે છે. આ ફોનના બે કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે, ઈન્ટરસ્ટેલર બ્લેક અને સ્ટારલાઈટ વ્હાઇટ.