TDP અને BJPના ગઠબંધનમાં સતત ખટપટ વધી રહી છે.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પક્ષના નેતા ચંદ્રબાબુ નાયડુએ ફરીથી BJP અને કેન્દ્ર સામે અસંતોષ વ્યક્ત કર્યાે છે.તેમણે એમ પણ કહ્યું છે કે આગામી બે દિવસમાં તે ગઠબંધનને લઇને કોઈ મોટો નિર્ણય લેશે.
આપને જણાવી દઇએકે ચંદ્રબાબુ હાલ દુબઇના પ્રવાસે છે અને તે તેના સાંસદો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરે છે ત્યારે આ માહિતી અાપી હતી.ટીડીપીના સાંસદો રાજ્યના વિભાજન પછીથી આંધ્રપ્રદેશના વિકાસ માટે ખાસ રકમ ન આપતા BJPથી નારાજ છે.અને સતત BJP સાથે થયેલા ગઠબંધનનો વિરોધ કરી રહ્યા છે.
કોન્ફરન્સ દ્વારા વાતચીત દરમિયાન ગુસ્સે થયેલા નાયડુએ પૂછ્યું- શું આંધ્ર ભારતનો ભાગ નથી? અગાઉ પણ TDP અને BJP વચ્ચે ખટપટના સમાચાર આવ્યા ત્યારે કેન્દ્રિય બજેટમાં અરુણ જેટલીએ આંધ્ર માટે કોઈ ખાસ રકમ ન આપી હતી.નાયડુ પણ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રના વલણ સામે નારાજ છે હવે જોવાનું અે છે કે અા વિરોધ શું નવો વળાંક લાવશે.