રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. કેટલાક વાહનચાલકો ગફલતભરી રીતે વાહન હંકારી અકસ્માત સર્જતા હોય છે, ત્યારે યાત્રધામ ડાકોર પાસે ત્રિપલ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે જયાં બેફામગતિએ આવી રહેલા ડમ્પર સ્ટેયરિંગ પરથી કાબુ ગુમવતા ઇકો . આઇસર અને ડમ્પર એકબીજાથી અથડાવતા અકસ્માત સર્જાયુ હતુ જેમાં ડમ્પર ચાલક ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ડમ્પર ચલાક સામે અકસ્માતનું ગુનો નોંધી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે
જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ સમાચાર સામે આવ્યા નથી અકસ્માતના પગલે ઇકો કારનો બૂકડો બોલાઇ ગયો હતો તો બીજી તરફ આઇશર આગળભાગે પણ કચ્ચરધાણ વળી ગયુ હતુ ઘટના પગલે રસ્તા પર ચક્કાજામના દશ્ય સર્જાયા હતા જયાં પોલીસની મદદથી ટ્રાફિક સમસ્યાનું ઉકેલ લાવવામાં આવ્યુ હતુ