જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર ઉગ્રવાદી હુમલો થયો હતો.જમ્મુ રેન્જના આઈજી ડોક્ટર એસડી જામવાલે આ હુમલાની પુષ્ટિ કરી છે.ઉગ્રવાદી હુમલામાં 1 જવાન શહીદ થયા છે.અધિકારીઓનું કહેવું છે કે કુલ સાત વ્યક્તિઓ ઘાયલ થયા છે. જેમાં બે જેસીઓ, બે મહિલાઓ, બે બાળકો અને મેજર રેન્કના એક અધિકારીનો સમાવેશ થાય છે.
હુમલા બાદ કેમ્પ અને તેની આસપાસના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં અાવ્યો છે.આ કેમ્પ જમ્મુ બાયપાસ રોડની નજીક છે, જ્યાં શાળા અને ક્વાર્ટર પણ આવેલા છે.
આ પહેલાં 28 જૂન 2003 ના રોજ ઉગ્રવાદીઓએ સુંજવાન આર્મી કેમ્પને નિશાન બનાવ્યું હતું. જે હુમલામાં 12 જવાન શહીદ થયા હતા.