કુલભૂષણ જાધવના પ્રકરણમાં ખુલ્લા થયા બાદ, પાકિસ્તાને હવે અેક નવો મધપુડો છંછેડ્યો છે. પાકિસ્તાનનો દાવો ભારતે કુલ ભુષણ પર પુછેલા સવાલોના જવાબો આપ્યા નથી.પાકિસ્તાને જાધવના પાસપોર્ટ અને લશ્કરી સેવાની વિગતો માંગી હતી.પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહંમદ ફૈઝલે જણાવ્યું હતું કે પાકીસ્તાને ભારતીય નૌકાદળના કમાન્ડર કુલભૂષણ જાધવની ધરપકડ કરી છે.કુલભૂષણ જાધવે પાકિસ્તાનમાં અનેક આતંકવાદી બનાવોમા તેમનો સાથ હોવાની વાત સ્વીકારી છે.
તે ખેદજનક છે કે ભારતે હજુ સુધી પ્રતિક્રિયા આપી નથી કે કેવી રીતે કમાન્ડર જાધવ પાસે હુસૈન મુબારક પટેલનો પાસપોર્ટ અાવ્યો.કુલભૂષણ જાધવના નૌકાદળના નિવૃત્તિના દસ્તાવેજો પણ આપવામાં આવ્યા ન હતા.પાકિસ્તાની લશ્કરી અદાલતે ત્રાસવાદ અને જાસૂસીના આરોપસર 47 વર્ષીય જાધવને મૃત્યુદંડની સજા ફટકારી છે.ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે મે મહિનામાં ભારતની અપીલ પર સજા પર રોક લગાવી છે.
પાકિસ્તાને દાવો કર્યો છે કે તેમના સુરક્ષા દળોએ 3 માર્ચ, 2016 ના રોજ બલોચિસ્તાનથી જાધવને પકડ્યો હતો. કુલભૂષણ જાધવ ઇરાનથી અહીં પહોંચ્યો હતો. જોકે ભારત કહે છે કે જાધવનું ઈરાનમાંથી અપહરણ કરવામાં આવ્યું છે.