રાહુલ ગાંધી શનિવારથી ચાર દિવસના કર્ણાટક પ્રવાસે જવાના છે. તેઓ મંદિરમાંથી પ્રવાસને શરૂ કરશે. રાહુલ સિધેશ્વરા મઠ પણ જશે.રાહુલ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે ઘણી રેલીઓ કરશે.અગાઉ, ગુજરાતમાં 85 દિવસના કેમ્પીયનમાં રાહુલ 27 મંદિરોમાં ગયા હતા.
અાપને જણાવી દઈએ કે આગામી મહિનામાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી છે.કર્ણાટકમાં સિદ્ધારમૈયાની આગેવાની હેઠળ કોંગ્રેસની સરકાર છે.
રાહુલ શનિવારે કોપ્પાલ જિલ્લાના હુલીગામા મંદિરથી પ્રવાસ શરૂ કરશે.સાંજે તેઓ સિધેશ્વરા મઠમાં જશે.બેલ્લારીના હોસપેટમાં રાહુલ અેક યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્તાન કરાવશે.શનિવારના રોજ, રાહુલ કૉપ્પલ અને કુકનુરમાં જાહેર સભાઓ કરશે.