HMD ગ્લોબલે પોતાનો નવો સ્માર્ટફોન Nokia 5710 XpressAudio લોન્ચ કર્યો છે. આ એક 4G ફીચર ફોન છે જે XpressMusic લાઇન-અપમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં ઇન-બિલ્ટ વાયરલેસ ઇયરબડ આપવામાં આવ્યા છે. ઇયરબડ્સ ફોનમાં જ સ્ટોર કરી અને ચાર્જ કરી શકાય છે. Nokia 5710 XpressAudioને લાઉડસ્પીકર, ઓડિયો કંટ્રોલ બટન અને મોટી બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
Nokia 5710 XpressAudio કિંમત અને સેલ
Nokia 5710 XpressAudio nokia.com પરથી ખરીદી શકાય છે. તેનો સેલ શરૂ થઈ ગયું છે. આ ફોન 4,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સિવાય તેને 19 સપ્ટેમ્બરથી તમામ રિટેલ આઉટલેટ્સ અને પાર્ટનર ઓનલાઈન સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. Nokia 5710 XpressAudioને રેડ અને વ્હાઇટ કલર ઉપરાંત રેડ અને બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Nokia 5710 XpressAudio ની સ્પેશિફિકેશન અને ફિચર્સ
Nokia 5710 XpressAudio earbuds સાથે આવે છે. નોકિયા 5710 XpressAudio ને ઓડિયો એક્સપિરિયન્સ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને લોન્ચ કરવામાં આવ્યો છે. પ્લેબેકને આસાન બનાવવા માટે તેમાં ડેડીકેટેડ મ્યુઝિક બટન્સ છે.
તેમાં ઇન-બિલ્ટ MP3 પ્લેયર અને વાયરલેસ એફએમ રેડિયો છે. આમાં આપવામાં આવેલ ડિટેચેબલ વાયરલેસ ઈયરબડને બેક પેનલમાં આપવામાં આવેલા ડેડિકેટેડ સ્લોટમાં આસાનીથી સ્ટોર કરી શકાય છે. ફોનની પાછળ સ્લાઇડર સિસ્ટમ પણ છે.
આ વાયરલેસ ઇયરબડ્સ અન્ય ડિવાઇસ સાથે પણ કનેક્ટ કરી શકાય છે. ફોનમાં 1450mAh બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે કલાકો સુધી વાત કરી શકે છે. આ ફોનમાં VoLTE કોલને પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. તે એક વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે આવે છે.