વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને છોડ્યા હતા. પીએમ મોદીએ પ્રોજેક્ટ ચિતાનું પણ ઉદ્ઘાટન કર્યું. કોંગ્રેસે આ ઘટનાક્રમને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ તમામ પ્રહસન રાષ્ટ્રીય મુદ્દાઓને દબાવવા અને ‘ભારત જોડો યાત્રા’ પરથી ધ્યાન હટાવવા માટે રચવામાં આવ્યું છે.
પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટ કર્યું કે, “વડાપ્રધાન ભાગ્યે જ શાસનમાં સાતત્ય સ્વીકારે છે. ચિતા પ્રોજેક્ટ માટે 25 એપ્રિલ 2010ના રોજ મારી કેપટાઉનની મુલાકાતનો ઉલ્લેખ ન કરવો એ તાજેતરનું ઉદાહરણ છે. આજે વડાપ્રધાને બિનજરૂરી તમાશો ઉભો કર્યો છે. આ રાષ્ટ્રીય મુદ્દાઓને દબાવવા અને ભારત જોડો યાત્રા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.
“2009-11 દરમિયાન, જ્યારે વાઘને પ્રથમ વખત પન્ના અને સરિસ્કામાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ઘણા લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. તેઓ ખોટા સાબિત થયા હતા. ચિત્તા પ્રોજેક્ટ પર પણ આવી જ આગાહીઓ કરવામાં આવી રહી છે. આ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો ખૂબ સારા છે. હું તમને આ પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવું છું!’.
पीएम शासन में निरंतरता को शायद ही कभी स्वीकार करते हैं। चीता प्रोजेक्ट के लिए 25.04.2010 को केपटाउन की मेरी यात्रा का ज़िक्र तक न होना इसका ताज़ा उदाहरण है। आज पीएम ने बेवजह का तमाशा खड़ा किया। ये राष्ट्रीय मुद्दों को दबाने और #BharatJodoYatra से ध्यान भटकाने का प्रयास है। 1/2 pic.twitter.com/V0Io8OMYyD
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 17, 2022
વડા પ્રધાન મોદીએ શનિવારે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP) ખાતે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને એક ખાસ બિડાણમાં છોડ્યા હતા. આ પ્રસંગે મોદી પોતાના પ્રોફેશનલ કેમેરાથી ચિત્તાની કેટલીક તસવીરો લેતા જોવા મળ્યા હતા. ભારતમાં લુપ્ત જાહેર થયાના સાત દાયકા પછી દેશવ્યાપી પુનર્વસન પ્રોજેક્ટના ભાગ રૂપે નામિબિયાના આઠ ચિત્તા શનિવારે સવારે કુનો નેશનલ પાર્ક ખાતે પહોંચ્યા હતા. પહેલા તેમને સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા ગ્વાલિયર એરપોર્ટ અને પછી હેલિકોપ્ટર દ્વારા શિયોપુર જિલ્લામાં સ્થિત કેએનપી લાવવામાં આવ્યા હતા.