આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં અભિનેત્રી મોના સિંહે આમિર ખાનની માતાનો રોલ કર્યો હતો. ફિલ્મ ફ્લોપ થઈ ત્યારથી મોના સિંહે આ સમગ્ર મામલે ચુપકીદી સેવી હતી પરંતુ હવે તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન ન કર્યું હોવા છતાં આ ફિલ્મ લાંબા સમય સુધી લોકોના દિલમાં રહેશે.
હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ પર આધારિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મ વિશે વાત કરતા મોના સિંહે કહ્યું, “જ્યારે ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે, ત્યારે તે શક્ય તેટલા લોકો સુધી પહોંચશે. તેમનો પોતાનો દૃષ્ટિકોણ હશે. આ કોઈ શોર્ટ ટર્મ ફિલ્મ નથી જેને હિટ કે ફ્લોપ કહી શકાય. આ ફિલ્મ લાંબા સમય સુધી લોકો સાથે રહેશે.
મોના સિંહે કહ્યું કે તે ખૂબ જ ખુશ છે કે તેને આટલી સુંદર ફિલ્મનો ભાગ બનવાનો મોકો મળ્યો. મોનાએ કહ્યું કે તે કોઈ ફિલ્મી વ્યક્તિ નથી તેથી તે બોક્સ ઓફિસને સમજી શકતી નથી. મોનાએ કહ્યું કે આ તેની કારકિર્દીની ત્રીજી ફિલ્મ છે. તેણે કહ્યું કે ફિલ્મની એક સારી બાબત એ છે કે જેણે પણ ફિલ્મ જોઈ છે તેણે તેના વિશે સકારાત્મક વાતો કહી છે.
તમને જણાવી દઈએ કે મોના ટૂંક સમયમાં સોન્યા વી કપૂર દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ એક ચૂપમાં કામ કરતી જોવા મળશે. ફિલ્મની વાર્તા કોવિડ-19 દરમિયાન વધી રહેલા ઘરેલુ હિંસાના કિસ્સાઓ વિશે છે. મોનાએ કરેલી ફિલ્મોની વાત કરીએ તો આ પહેલા તે 3 ઈડિયટ્સ અને જસ્સી જૈસી કોઈ નહીંમાં કામ કરતી જોવા મળી છે.