ગાંધીનગરમાં માજી સૌનિકો પોતાની પડતર માગણીઓને છેલ્લા 6 દિવસથી ગાંધીનગર ધામા નાંખી બેઠા છે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે થોડાક દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે માજી સૌનિકોની બેઠક મળી હતી જેમાં કેટલીક માગણીઓ રાજ્યસરકાર સહમતી દર્શાવી અને કેટલીક પર ન દર્શાવતા આખરે માજી સૌનિકો ફરી એક મેદાને ઉતાર્યા છે.
આજે નિવૃત આર્મી હિતેન્દ્ર નિમાવતાની આગેવાની ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી સાથે બેઠક કરવા પહોંચ્યા હતા જયાં નિવૃત આર્મી જવાનોની બેઠક નિષ્ફળ રહી હોવાના સમાચાર મળી રહ્યા છે જેના લઇ આંદોલન હજુ ઉગ્ર બની શકે તેવી શક્યતા સેવાઇ રહી છે જેના પગલે નિવૃત આર્મી જવાનોએ આંદોલનની યથાવત રાખવાનું એલાન આપ્યુ છે જેમાં માજી સૌનિકોને લેખિતમાં બાહેધરી ન આપતા નિવૃત આર્મી જવાનોએ આંદોલનના યથાવત રાખવાની તૈયારી દર્શાવી છે