સોશિયલ મીડિયામાં હાલ એક વિડીઓ ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક છોકરો અને છોકરી તેમની આંખોથી એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. તેમનાં આ આંખના ઉલાળાએ ઘણાં યંગસ્ટર્સને પોતાનાં દીવાના બનાવી દીધા છે. ફેસબુક, ઈંસ્ટાગ્રામ પર લાખો લોકો આ વિડીઓ જોઈ અને શેર કરી રહ્યાં છે.
હકીકતે આ વિડીઓમાં દેખાતી છોકરી એક મલયાલમ એક્ટ્રેસ છે જેનું નામ પ્રિયા વેરીયર છે. હાલ તેની ફિલ્મ Oru Adaar Love નાં પ્રથમ સોંગ Manikya Malaraya Poovi બહાર પડ્યું છે તેનો આ વિડીઓ છે. આ ફિલ્મ ૩ માર્ચ, ૨૦૧૮ નાં જ રિલીઝ થવાની છે. હાલ તે બેચરલ કોમર્સના ફર્સ્ટ યરમાં છે.
તેણીએ પોતાની ફિલ્મના સોંગનો વિડીઓ ફેસબુકમાં અપલોડ કર્યો હતો તે જોતજોતામાં વાઈરલ થઇ ગયો હતો. લાખો લોકો તેને જોઇને શેર કરી રહ્યાં છે તેમજ વીડીઓમાં એડીટીંગ કરીને પોતાનાં મનપસંદ ફિલ્મી સોંગ પર તેમાં ઉમેરીને ફેરવી રહ્યાં છે. ઘણાં લોકો તેને વેલેન્ટાઇન સ્પેશ્યલ વિડીઓ તરીકે પણ ઓળખી રહ્યાં છે. યંગસ્ટર્સમાં આ વિદીઓની એટલી બધી લોકપ્રિયતા છે કે તેઓ પોતાનાં વોટ્સએપ, ઈંસ્ટા અને ફેસ્બુકની સ્ટોરીમાં પણ વિડીઓ અને તેના મેમે શેર કરી રહ્યાં છે.