ત્રીજા દિવસે સેનાની રચનાના નિવેદન બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની અાકરી ટીકા થઈ રહી છે.કોંગ્રેસ અને અાપે ભાગવતના નિવેદન પર અાકરી ટીકા કરી છે.જો કે, સંઘે સ્પષ્ટતા કરી છે કે આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.રાહુલ ગાંધીએ આ નિવેદનને શરમજનક ગણાવ્યું અને માફી માગવાની વાત કરી છે.
આરએસએસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, મોહન ભાગવત આરએસએસ સાથે ભારતીય સેનાની સરખામણી કરતા નથી.વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે સૈન્ય તેના સૈનિકોને તૈયાર કરવા માટે 6 મહિના જેવો સમય લગાડે છે.જો આરએસએસ તાલીમ આપે તો સૈનિક આગામી 3 દિવસમાં સ્વયંસેવક બની શકે છે.દેશની સુરક્ષા માટે સંઘર્ષ કરવા માટે આરએસએસ પાસે થોડા દિવસની અંદર લશ્કરની રચના કરવાની ક્ષમતા છે.
અા નિવેદન પછી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને અાપ ભાજપ અને સંઘ પર પ્રહારો કરી રહી છે.