વિધાનસભાની ચૂંટણીની તૌયારીઓ જોરશોરથી ચાલુ થઇ ચૂકી તમામ રાજ્કીય પાર્ટીઓ તૈયારીઓ આદરી દીધી છે ચૂંટણીને લઇ રાજ્કીય પક્ષો સાથોસાથ સમાજ પણ સક્રિય થયા છે અને સરકારને ભીંસમાં લીધી છે માલધારી છેલ્લા કેટલાક સમયથી રાજ્યસરકાર સામે નારાજ ચાલી રહ્યો છે જેનું મૂળ કારણ રખડતા ઢોર નિયંત્રણ ખરડો પસાર કરવામાં આવ્યુ છે એ છે, જોકે માલધારી સમાજની નારાજગી ખાળવા સરકારે આ કાયદાને મુલતવી પણ રાખ્યો છે પરંતુ સમાજની માગ છે કે આ કાયદો રદ્દ થવો જોઇએ અને ગતરોજ અડાલજના શેરથા ખાતે મળેલા માલધારી વેદના સંમેલનમાં સમાજના અગ્રણીઓએ મહત્વનું એલાન કર્યુ છે.
આગામી 21 સપ્ટેબરે સમ્રગ ગુજરાતમાં દૂધનું વેચાણ નહી કરે અને ડેરીમાં દૂધ પણ નહી ભરે અને જો સરકારનું મળનાર બજેટ સત્રમાં કાયદો પરત નહી લેવાય તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ધરણાપ્રદર્શન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે આ સભામાં 40થી વધુ મંદિરનો ભૂવાઓ , 17 સામાજિક સંસ્થાઓના આગેવાન ઉપરાંત સમાજિક અને રાજ્કીય વડાઓ પણ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને સભામાં રખડતા ઢોર નિયંત્રણ કાયદાને ભારપૂર્વક ચર્ચાઓ થઇ હતી અને સરકાર સામે માલધારી સમાજના લોકોનું આક્રોશ પણ જોવા મળ્યુ હતું