ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સીરિઝ રમવા જઇ રહી છે. 20 સપ્ટેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી-20 મેચ મોહાલીમાં રમાશે. આ મેચને લઇને ટીમ ઇન્ડિયા પુરી રીતે તૈયાર છે. સૌથી મોટુ સંકટ આ છે કે આ મેચમાં પ્લેઇંગ-11 શું હશે, કારણ કે રવિન્દ્ર જાડેજા સીરિઝનો ભાગ નથી.જ્યારે સીરિઝ પહેલા મોહમ્મદ શમી કોરોના વાયરસ પોઝિટિવ થયો છે, એવામાં તે હવે આખી સીરિઝમાંથી બહાર થિ ગયો છે.
એવામાં મોહાલીમાં રમાનાર ટી-20માં ભારત કઇ પ્લેઇંગ-11 સાથે ઉતરશે, તેની પર સૌ કોઇની નજર છે.ટી-20 વર્લ્ડકપ પહેલા ભારત પાસે અંતિમ તક છે કે તે કઇ રીતે પોતાને તૈયાર કરે છે. કેપ્ટન રોહિત શર્મા પહેલા જ કહી ચુક્યો છે કે પ્રયોગ અને તૈયારીનો સમય નીકળી ગયો છે, હવે તમામ પ્લાનને લાગુ કરવાનો વારો છે.મોહમ્મદ શમીની જગ્યાએ ટીમમાં સામેલ ઉમેશ યાદવનું પ્લેઇંગ-11માં જગ્યા બનાવવી મુશ્કેલ લાગી રહી છે. કારણ કે ટીમ ઇન્ડિયા ચાર બોલર્સ સાથે આગળ વધી રહી છે આ સિવાય ઓલ રાઉન્ડર પણ ટીમમાં સામેલ થશે.રિષભ પંત અને દિનેશ કાર્તિકમાંથી કોને પ્લેઇંગ-11માં તક મળશે તે જોવુ રસપ્રદ રહેશે.
રિષભ પંતનું ટી-20 ફોર્મેટમાં પ્રદર્શન તેને પ્લેઇંગ-11માં જગ્યા નથી આપતુ. જોકે, ડાબા હાથના બેટ્સમેન તરીકે તેને તક મળી શકે છે પરંતુ તેનાથી ટીમ ઇન્ડિયાનું કોમ્બિનેશન બગડી શકે છે. કેપ્ટન રોહિત શર્મા 7+4 ફોર્મૂલાથી આગળ વધે છે અથવા પછી 6+5 ફોર્મૂલા અપનાવે છે, તેની પર ઘણુ નિર્ભર કરશે. કારણ કે સાત બેટ્સમેન રમાડવામાં આવે તો હાર્દિક પંડ્યાએ પુરી ચાર ઓવર ફેકવી પડશે.
પ્રથમ ટી-20 મેચમા આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયારોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલઓસ્ટ્રેલિયાની ટીમશોન એબોટ, એશ્ટન એગર, પેટ કમિન્સ ટિમ ડેવિડ, નેથન એલિસ, એરોન ફિન્ચ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, ડેનિયલ સેમ્સ, સ્ટીવ સ્મિથ, મેથ્યૂ વેડ, એડમ ઝમ્પા