ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. કેન વિલિયમસનની કેપ્ટન્સી ધરાવતી 15 સભ્યોની ટીમમાં ફિન એલન અને માઇકલ બ્રેસવેલને તક મળી છે.કીવી ટીમે પોતાના મોટાભાગના તમામ તે ખેલાડીને યથાવત રાખ્યા છે, જે ગત વર્ષે ટી-20 વર્લ્ડકપમાં રમતા જોવા મળ્યા હતા. ઓલ રાઉન્ડર કાઇલ જૈમીસન ઇજાને કારણે પસંદગી માટે હાજર નહતો.ફિન અને માઇકલની પસંદગી પર કોચ સ્ટીડે શું કહ્યું?ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ ગૈરી સ્ટીડે ટીમને લઇને કહ્યું, વર્લ્ડકપ ટીમની જાહેરાત કરવી હંમેશા એક વિશેષ સમય હોય છે અને હું આજે પસંદ થયેલા 15 ખેલાડીઓને શુભેચ્છા આપવા માંગુ છું.
આ ફિન અને માઇકલ માટે વિશેષ રીતે રોમાંચક છે જે પોતાની પ્રથમ ICC ટૂર્નામેન્ટ માટે તૈયાર છે, જ્યારે માર્ટિન ગુપ્ટિલ પોતાના સાતમા ટી-20 વર્લ્ડકપની તૈયારી કરી રહ્યો છે, જે પોતાની રીતે અવિશ્વસનીય સિદ્ધિ છે.જૈમીસન, સીફર્ટ અને એસ્ટલને જગ્યા ના મળીજૈમીસન પીઠની ઇજાને કારણે ટીમમાં પસંદ થયો નથી. તે રિહૈબની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે અને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડકપમાં જોવા નહી મળે. મહત્વપૂર્ણ છે કે જૈમીસન અંતિમ વખત આ વર્ષે જૂનમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝમાં રમતો જોવા મળ્યો હતો. ઓલ રાઉન્ડર ટૉડ એસ્ટલ અને વિકેટ કીપર બેટ્સમેન ટિમ સીફર્ટ ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી.
ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમડેવોન કૉનવેને વિકેટ કીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ફાસ્ટ બોલર એડમ મિલને પણ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે, આ સિવાય લૉકી ફર્ગ્યૂસન પણ અન્ય ફાસ્ટ બોલર છે.ન્યૂઝીલેન્ડની ટી-20 વર્લ્ડકપ માટે ટીમ- કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઇકલ બ્રેસવેલ, માર્ક ચૈપમૈન, ડેવોન કૉનવે (વિકેટ કીપર), લૉકી ફર્ગ્યૂસન, માર્ટિન ગુપ્ટિલ, એડમ મિલને, ડેરિલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી અને ટીમ સાઉથીવર્લ્ડકપ પહેલા ત્રિકોણીય સીરિઝ રમશે.
ન્યૂઝીલેન્ડવર્લ્ડકપ પહેલા ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ 7 ઓક્ટોબરથી ત્રિકોણીય સીરિઝની યજમાની કરશે, જેમાં અન્ય બે ટીમ પાકિસ્તાન અને બાંગ્લાદેશ રહેશે. આ સીરિઝ 14 ઓક્ટોબર સુધી રમાશે.કોચ સ્ટીડે આગામી સીરિઝને વર્લ્ડકપ પહેલાની તૈયારી માટે મહત્વની ગણાવી છે, તેમણે કહ્યુ, તમામ મહત્વપૂર્ણ મેચ ઓસ્ટ્રેલિયા ગયા પહેલા અમારા સંયોજન અને યોજનાઓને અજમાવવાની શાનદાર તક હશે.