ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. આગામી ટી-20 વર્લ્ડકપના નજરિયાથી આ સીરિઝ મહત્વની બનવાની છે. ટીમ ઇન્ડિયાનો પ્રયાસ અહી પોતાની પરફેક્ટ પ્લેઇંગ-11 કોમ્બિનેશન શોધવા પર હશે, બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ પણ પોતાના વર્લ્ડકપ ટાઇટલને ડિફેન્ડ કરવા માટે તૈયારીને અંતિમ રૂપ આપવા માંગશે. બન્ને ટીમ વચ્ચે આજે મોહાલીમાં સાંજે 7.00 કલાકથી મેચ શરૂ થશે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 23 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ છે.
જેમાં ભારતનું પલડુ ભારે રહ્યુ છે. ભારતે 13 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાના ભાગમાં 9 મેચ આવી છે. એક મેચનું પરિણામ આવી શક્યુ નથી. બન્ને ટીમ અંતિમ વખત ડિસેમ્બર 2020માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાઇ હતી જ્યા ઓસ્ટ્રેલિયાએ ભારતને 12 રને હરાવ્યું હતું. જોકે, આ મેચ જે સીરિઝનો ભાગ હતી તે સીરિઝ ટીમ ઇન્ડિયાએ 2-1થી જીતી હતી.આજે કેવી રહેશે પિચ અને હવામાનનો મિજાજભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઇએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમાશે. અહી 2018થી લઇને અત્યાર સુધી 11 મેચમાં 7 વખત ચેજ કરનારી ટીમને જીત મળી છે.
જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરવી સારૂ હોઇ શકે છે. હવામાનની વાત કરીએ તો મોહાલીમાં વાદળ છવાયેલા રહેશે. વરસાદના પણ 25%ના આસાર છે.ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતીય પ્લેઇંગ-11 તપાસ કરશે. જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઇ રહી છે તેમની પર પણ નજર રહેશે.બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), જોસ ઇંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યૂ વેડ (વિકેટ કીપર), ટિમ ડેવિડ, કેમરૂન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, સીન એબોટ