સ્ટીવ સ્મિથ જ્યારે આઉટ થયો ત્યારે તે એ વાત સ્વીકારવા તૈયાર ન હતો કે તેના બેટને બોલને સ્પર્શ થયો હતો. વેલ ટીમ ઈન્ડિયાએ રિવ્યુ લીધો અને તેમાં સ્મિથ આઉટ જોવા મળ્યો. તે પછી પણ સ્મિથ ક્રિઝ છોડવા તૈયાર નહોતો અને આ બધા ડ્રામા વચ્ચે હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. જ્યારે સ્મિથ ક્રિઝ છોડવા લાગ્યો ત્યારે રોહિતે તેની તરફ ઈશારો કર્યો અને હસવા લાગ્યો. સ્મિથ ઉમેશ યાદવની બોલ પર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયાએ અમ્પાયરના નોટ આઉટ નિર્ણય પર રિવ્યુ લીધો અને આ રિવ્યૂ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા એકદમ આત્મવિશ્વાસમાં જોવા મળ્યો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ સ્મિથના બેટ સાથે અથડાયો હતો. સ્મિથ 24 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો.
સ્મિથની વિકેટ ભારત માટે ઘણી મહત્વની હતી. જો કે તેમ છતાં ટીમ ઈન્ડિયા જીત નોંધાવી શકી નથી. ભારતે ઓસ્ટ્રેલિયા સામે 209 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, ઓસ્ટ્રેલિયાએ 19.2 ઓવરમાં છ વિકેટે 211 રન બનાવીને મેચ જીતી લીધી હતી.