- અમદાવાદ નોટબંધી વખતે સુરત પીપલ્સ કો-ઓપરેટીવ બેંકમાં કરેલી છેતરપીંડી મામલે જીગ્નેશ ભજીયાવાલા સામે સીબીઆઈએ નોંધેલી ફરિયાદનો મામલો, ભજીયાવાલાએ ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં કરી અરજી, છેતરપીંડીનો ગુનો નહિ બનતો હોવાની કરી રજૂઆત, CBIએ અરજીનો કર્યો વિરોધ, હાઇકોર્ટે ચુકાદો રાખ્યો અનામત
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા દિલ્હી, સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરશે મુલાકાત, સાંજે ૭ કલાકે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ સાથે કરશે મુલાકાત, આવતીકાલે પણ સીએમ રહેશે દિલ્હીમાં, આવતીકાલે પીએમ મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત
- મોરબી : વાંકાનેરના ચંદ્રપુર ગામના તલાટી 10,000ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા.
- તાપી : વ્યારાના ખાનપુર ગામે પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજનના અનાજમાં જીવાત અને કિડા નીકળતા વાલીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી, મામલતદાર અને પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી ચકાસણી કરાઈ
- મહેસાણા ટ્રાફિક પોલીસની હેરાનગતિના વિરોધમાં આજથી રીક્ષા ચાલકો હડતાલ પર, રીક્ષા એસોસિએશન દ્વારા અચોક્ક્સ મુદ્દતની હડતાલ, ટ્રાફિક કોસ્ટબલની બદલીની કરાઈ માગ, બદલી ન કરાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની અપાઈ ચીમકી
- ખેડા : લાડવેલ ચોકડી પાસે ધુમ્મસના કારણે એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે થયો અકસ્માત,આશરે 10 થી વધુ ઇજાગ્રસ્ત , બેની હાલત ગંભીર
- પાટણ : સ્વાઈન ફ્લૂથી દંપતિનું મોત, ખાનગી હોસ્પિટલમાં પતિનું સારવાર દરમ્યાન મોત, જ્યારે ધારપુર હોસ્પિટલમાં પત્નીનું સારવાર દરમ્યાન મોત, જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી
- કચ્છમાં પુરવઠાના કૌભાંડ બાદ બહાર આવ્યું ઘાસચારા કૌભાંડ, નવું ઘાસ વેંચીને જૂનું ઘાસ ભરાયાનો આક્ષેપ
ભુજ ઉત્તર રેન્જના RFOએ આચર્યું લાખો-કરોડોનું કૌભાંડ, મુખ્ય વન સંરક્ષકને વિડિઓ કલીપ, ફોટા, ટ્રકના નંબર અને તારીખ સહિત પુરાવા અપાયા, કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ આદમ ચાકીએ કર્યા આક્ષેપ - સુરત કામરેજના સોમપુરા વિહાણ ગામ નજીક અકસ્માત, ડ્રાયવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ગયો
ટેમ્પામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત - અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ટ્રક અને ટેન્કર ડ્રાયવરની લૂંટના મામલે ગાંધીનગર એલસીબી દ્વારા કરાઈ એકની ધરપકડ, આરોપી પાસેથી પોલીસે 2 બંદૂક કબજે કરી વધુ તપાસ હાથ ધરી
- ગાંધીનગર ધોરણ 10 અને 12 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષામાં મોબાઇલ સાથે પકડાશે તો તેઓ ત્રણ વર્ષ સુધી પરીક્ષા નહી આપી શકે તેવા નિયમો બોર્ડે બનાવ્યા, પરીક્ષામાં ચોરી રોકવા માટે આ પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા
- સુરત : લાજપોર જેલમાં અમુક કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા, મહાશિવરાત્રીના પર્વની ઉજવણીની માંગણી નકારતા વિરોધ નોંધાવવા ઉતર્યા ભૂખ હડતાળ પર – સૂત્ર
- ખેડા :ઠાસરાના સરદારપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી, બે શિક્ષકો સતત ગેહાજર રહેતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો, કાયમી શિક્ષકો મુકવા ગ્રામજનોની માંગ, ધો1 થી 8 ના કુલ 126 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે શિક્ષક, અધિકારીઓ દ્રારા ગ્રામલોકોને વધુ શિક્ષકો મુકવાની વાત કરતા હાલ મામલો થાળે પડ્યો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.