દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ પાટણમાં ભવ્ય ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લીધો.
કેજરીવાલજીએ જે કહ્યું તે દિલ્હીમાં કર્યું અને હવે ગુજરાતમાં તેઓ જે કહેશે તે કરશેઃ મનીષ સિસોદિયા
હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે કેજરીવાલજીને એક તક આપો અને જુઓ, પરિવર્તન ચોક્કસ આવશેઃ મનીષ સિસોદિયા
ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે, આ પરિવર્તનના બદલામાં તમને સારી શાળાઓ મળશે, સારી હોસ્પિટલ મળશે, નોકરી મળશે, મોંઘવારીમાંથી રાહત મળશેઃ મનીષ સિસોદિયા
હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે કેજરીવાલજીને એક તક આપો અને જુઓ, પરિવર્તન ચોક્કસ આવશેઃ મનીષ સિસોદિયા
કેજરીવાલજીએ પહેલા દિલ્હીમાં શ્રેષ્ઠ કામ કર્યું, પછી હવે પંજાબમાં શ્રેષ્ઠ કામ થઈ રહ્યા છે અને હવે ગુજરાતમાં પણ થશે: મનીષ સિસોદિયા
આમ આદમી પાર્ટીની ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાને ગુજરાતમાં ખૂબ જ સારી રીતે આવકારવામાં આવી રહ્યો છે અને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી છે.
ચૂંટણી નજીક છે અને આમ આદમી પાર્ટીએ તમામ તૈયારીઓ કરી લીધી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે.
અમદાવાદ/પાટણ/ગુજરાત
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાજી તેમની છ દિવસીય મુલાકાત માટે ગુજરાત આવ્યા છે. હિંમતનગરથી મનીષ સિસોદિયાજીએ ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાની શરૂઆત કરી હતી અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ચાલશે. ગઈકાલે મહેસાણામાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે જ અનુક્રમમાં આજે મનીષ સિસોદિયાજીએ પાટણમાં ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં ભાગ લીધો હતો. મનીષ સિસોદિયાજીની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી પણ હાજર હતા.
હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે કેજરીવાલજીને એક તક આપો અને જુઓ, પરિવર્તન ચોક્કસ આવશેઃ મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી પાટણમાં ‘બસ,હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં જોડાયા હતા અને યાત્રામાં હાજર હજારો લોકોને અને આસપાસની દુકાનો અને ઘરોમાં બેઠેલા લોકોને સંબોધતા કહ્યું હતું કે જેમ દિલ્હીમાં પરિવર્તન આવ્યું પછી પંજાબમાં પરિવર્તન આવ્યું તેવી જ રીતે ગુજરાતમાં પણ 27 વર્ષથી ચાલી રહેલી સરકારમાં પરિવર્તન લાવો. આ પરિવર્તનનાં બદલામાં તમને સારી શાળાઓ મળશે, સારી હોસ્પિટલો મળશે, નોકરીઓ મળશે, મોંઘવારીમાંથી રાહત મળશે. કેજરીવાલજી જે બોલે છે તે કરીનેબતાવે છે, તેઓ જુમલા નથી આપતા, તેઓ ફાલતું વાત કરતા નથી. તેમણે દિલ્હીમાં જે કહ્યું તે કરીને બતાવ્યું અને હવે તે ગુજરાતમાં જે કહે છે તે કરીને બતાવશે. હું તમને એક જ વિનંતી કરું છું કે કેજરીવાલજીને એક તક આપો, પરિવર્તન ચોક્કસ આવશે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક મજબૂત અને વિકલ્પ તરીકે ઉભરી છે.
‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાને કારણે ગુજરાતની જનતા પર આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. એવું લાગે છે જાણે ચૂંટણી નજીક આવી રહી છે અને આમ આદમી પાર્ટીએ બધી તૈયારી કરી લીધી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આમ આદમી પાર્ટીનો ગ્રાફ દિવસે ને દિવસે વધતો જાય છે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે, લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે. અરવિંદ કેજરીવાલજીની ગેરંટીઓ જે છે 300 યુનિટ વીજળી ફ્રી આપવાની, ક્ષેત્રની અંદર સારામાં સારી સરકારી સ્કૂલો બનાવવાની, તમામ જિલ્લાની અંદર સારામાં સારા દવાખાના બનાવવાની, યુવાનોને નોકરી આપવાની, મહિલાઓને ₹1,000 સન્માન રાશિ આપવાની આ બધી જ ગેરંટીઓના માધ્યમથી લોકોની અંદર એક અલગ પ્રકારનો વિશ્વાસ અને આશા ઊભી થઈ છે અને એટલા માટે જ આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એક મજબૂત અને વિકલ્પ તરીકે ઉભરી આવી છે.