જ્યારે પણ મોસમ બદલાય છે ત્યારે અમુક બીમારીઓ આપણને ઘેરી લેતી હોય છે. આમાંથી શરદી અને ઉધરસ સામાન્ય છે. વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી શરદી ઉધરસની ચપેટમાં આપણે આસાનીથી આવી જઈએ છીએ.
શરદી ઉધરસ જેવી સમસ્યાઓ માટે ઘરગથ્થુ ઉપાયો અજમાવી શકાય છે. ઘણા વર્ષોથી આપણા દેશમાં દાદીમાં એ બતાવેલા દેશી નુસખાઓ અપનાવવામાં આવે છે. આ આયુર્વેદિક ઉપાયો ઘણા જ અસરકારી હોય છે. શરદી ઉધરસ જેવી સમસ્યાઓમાં તમારે ઘરે જ આ ખાસ ઉપાયો કરવા જોઈએ. આનાથી તમારી શરદી ઉધરસ આરામથી દૂર થઈ જશે.
જો તમને શરદી અથવા ઉધરસ થઈ ગઈ હોય તો તમારે એક ચમચી મધમાં એલચી નો પાવડર અને થોડો લીંબુનો રસ ભેળવવો જોઈએ. હવે આ સીરપનું સેવન કરવું જોઈએ. આનાથી તમને ફાયદો થશે. આ સિવાય તમારે આદુ તુલસી અને મરીને પાણીમાં ગરમ કરીને ઉકાળો બનાવવો જોઈએ. આ ઉકાળો પીવાથી પણ તમને શરદી ખાંસીમાં રાહત થશે. આ સિવાય તમારે ગરમ પાણી પીવું જોઈએ.
આનાથી પણ તમારો કફ છૂટો થશે. તમે ગરમ પાણીમાં મીઠું નાખી તેના કોગળા પણ કરી શકો છો. શરદી ખાંસી જેવી સમસ્યાઓમાં તમારે ઘીમાં થોડો મરી પાવડર મિક્સ કરીને તેનો સેવન કરવું જોઈએ. આનાથી પણ તમને વિશેષ ફાયદો થશે. દોસ્તો, જો તમને અમારી આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો અને શેર જરૂર કરો.