800 કરોડના કથિત કૌભાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિપુલ ચૌધરી સામેની તપાસમાં મોટા ખુલાસા થયા છે. જેની વિશેષ માહિતી ન્યૂઝ18 ગુજરાતીમાં આવી છે. વિપુલ ચૌધરીના અબજો રૂપિયાના બેનામી નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ થયો છે. વિપુલ ચૌધરી અને તેના પરિવારના 25 બેંક ખાતા હોવાનું બહાર આવ્યું છે. વિપુલ ચૌધરીએ 25 બેંક ખાતા દ્વારા 250 કરોડ રૂપિયાની લેવડદેવડ કરી હતી. વિપુલ ચૌધરીના નામે 5 બેંક ખાતા, પત્નીના નામે 10 અને પુત્રના નામે 6 ખાતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાંથી 5 બેંક ખાતા દ્વારા 100 કરોડના વ્યવહારો થયા હોવાની માહિતી બહાર આવી છે.
5 બેંક ખાતા દ્વારા 100 કરોડના વ્યવહારો થયા
આ સિવાય વિપુલ ચૌધરીના ICICI બેંકના બેંક ખાતામાંથી 53,54,953 રૂપિયા વિદેશ મોકલવામાં આવ્યા છે. જ્યારે વિપુલ ચૌધરીના જ બેંક ખાતામાંથી 1 કરોડ, 1 લાખ, 38 હજાર, 500 રૂપિયા વિદેશ મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન વિપુલ ચૌધરીના નામે સાત કંપની એલએલપી અને તેની પત્ની ગીતાબેન ચૌધરીના નામે 15 કંપની અને તેના પુત્ર પવન ચૌધરીના નામે ત્રણ કંપની એલએલપી હોવાનું સામે આવ્યું છે. વિપુલ ચૌધરીના નામે પાંચ બેંક ખાતા, તેમની પત્ની ગીતાબેનના નામે દસ અને પુત્રના નામે છ ઉપરાંત એલએલપીના બેંક ખાતાઓ સામે આવ્યા છે.
વિપુલ ચૌધરી અને તેમના પરિવારના સભ્યો અને તેમની કંપનીના કુલ 26 પાન કાર્ડ ITR રિટર્ન મળ્યા છે.
વિપુલ ચૌધરી ડેરીના પદાધિકારી હોવા છતાં તેમણે તેમની ખાનગી પેઢી રાજકમલ પેટ્રોલ એન્ડ ડીઝલ સર્વિસ કંપની સાથે ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટીના નિયમોનું ઉલ્લંઘન કરીને વ્યવસાયિક સંબંધો જાળવી રાખ્યા હતા અને વર્ષ 2010 થી 2012 વચ્ચે તેમણે 20 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. વિપુલ ચૌધરી અને તેમના પરિવારના સભ્યો અને તેમની કંપનીના કુલ 26 પાન કાર્ડ ITR રિટર્ન મળ્યા છે. વિપુલ ચૌધરીના વિવિધ બેંકોમાં કુલ પાંચ ખાતા છે અને બેંક ખાતાઓમાં અંદાજે 100 કરોડના નાણાકીય વ્યવહારો થયા હોવાનો ACBએ દાવો કર્યો છે.
વિપુલ ચૌધરીના અન્ય ખાતામાંથી આશરે 1.5 કરોડ વિદેશ મોકલવામાં આવ્યા છે.
વિપુલ ચૌધરી અને તેના પરિવારના સભ્યોના નામે લગભગ 25 અલગ-અલગ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં તમામના 250 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો છે. વર્ષ 2011-12માં જ, વિપુલ ચૌધરીના એચયુએફના IDBI બેંક એકાઉન્ટ નંબર XXXX XXXX XXXX557 માં 4 કરોડ 25 લાખ 82 હજાર 420 ના નાણાકીય વ્યવહારો હતા જેમાંથી 2 કરોડ 95 લાખ 93 હજાર 220 ટ્રાન્ઝેક્શન વિદેશમાં થયા હતા. વિપુલ ચૌધરીના અન્ય એક એકાઉન્ટમાંથી લગભગ 15 કરોડ વિદેશ મોકલવામાં આવ્યા છે, અમેરિકાના ટેક્સાસમાં તેના અને તેના પરિવારના સભ્યના નામે કરોડો રૂપિયાનો બંગલો ખરીદવામાં આવ્યો છે.