ફ્રાન્સના મોન્ટપેલિયર શહેરમાં એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે, એક વિમાન રનવે પરથી હટી ગયું અને અડધે રસ્તે નજીકના તળાવમાં ડૂબી ગયું. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને પગલે એરપોર્ટને પેસેન્જર અને કાર્ગો ફ્લાઈટ માટે અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે કાર્ગો પ્લેન બોઇંગ 737 એ શનિવારે સવારે પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી મોન્ટપેલિયર માટે ઉડાન ભરી હતી. મોન્ટપેલિયર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેન રનવેથી આગળ નીકળી ગયું અને નજીકના તળાવમાં ડૂબી ગયું. વિમાનમાં સવાર ત્રણેય લોકોને બચાવી લેવાયા છે.