શિવલિંગને ભગવાન શિવનું પ્રતિકાત્મક રૂપ માનવામાં આવે છે. અન્ય દેવતાઓની તુલનામાં શિવજી ભક્તોની માંગને જલદી સાંભળે છે. માટે તેમને પ્રસન્ન કરવા માટે લોકો દરેક શક્ય પ્રયાસો કરે છે. જુઓ ક્યાં શિવલિંગની પૂજા કરવાથી કેવુ મળે છે ફળ
1. સોનાના શિવલિંગ પર અભિષેક કરવાથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે.
2. ચાંદીના શિવલિંગની પૂજા કરવું શુભ માનવામાં આવ્યું છે. તેના પર અભિષેક કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે.
3. તાંબા કે કોઈ મહત્વપૂર્ણ ધાતુના બનેલા શિવલિંગના અભિષેકથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે.
4. મોતીના શિવલિંગની પૂજા કરવાથી પણ ઘણાં ફાયદા થાય છે. ખાસ કરીને મોતીના શિવલિંગ પર અભિષેક કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે.
5. ફૂલોના બનેલા શિવલિંહની પૂજાથી ભૂ-સંપત્તિ પ્રાપ્ત થાય છે.
6. કપૂરના શિવલિંગની પૂજા કરવાથી તે ભક્તિ અને મુક્તિ અપાવે છે.