રાજ્યમાં ચૂંટણીના ભણકારા વાગવાની શરૂઆત થઇ ચૂકી છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ એક અનુમાન પ્રમાણે નવેમ્બરના અંતે સુધી ચૂંટણી પૂર્ણ થશે તેવી શક્યતા વ્યકત કરી છે. ચૂંટણીના ટાણે હવે પાટીદાર સમાજ પણ સક્રિય જોવા મળી રહ્યો છે પાટીદાર સમાજ ગુજરાતના રાજકારણમાં ખૂબ વર્ચસ્વ ધરાવે છે. અને વિધાનસભામાં 50થી વધુ બેઠકો પર પોતાના દબદબો ધરાવે છે રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદાર આગેવાનો વચ્ચે મહત્વની બેઠક મળી છે જેંમાં રાજકોટના સરદારભવનમાં લેઉવા -કડવા પાટીદારના અગ્રણીઓ નરેશ પટેલ, રમેશ ટીલાળા, જયરામ પટેલ જગદીશ કોટડિયા, મૌલેશ ઉકણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા
આ અંગે નરેશ પટેલે જણાવ્યુ હતુ કે આ બેઠકમાં સમાજિક પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે મળી છે જેમાં અત્યાર કોઇ રાજકીય ચર્ચા નહી ફક્ત ફકત સમાજના છેલ્લા કેટલાક સમયથી વણઉકેલાયેલા મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી રહી છે જેમાં સમાજના ઉત્થાન માટે અને પાટીદાર આંદોલન સમય થયેલા કેસો પ્રોસિસ કયા સુધી પહોંચી કેટલા કેસો પાછા ખેંચાયા તેની પણ ચર્ચા કરી છે
આ અંગે જયરામ પટેલે જણાવ્યુ હતુ કે આ સામાજિક બેઠક છે જેમાં સમાજનો કેવી રીતે વધારેમાં વધારે વિકાસ થાય સમાજનું સંગઠન કેવી રીતે વધે દીકરા અને દીકરીઓને સારું શિક્ષણ એના અનુસંધાને આજની બેઠક છે.