ડોલર સામે રૂપિયાની સ્થિતિ કથળી રહી છે. સોમવારે 54 પૈસાના ઘટાડા બાદ એક ડોલરની કિંમત 81.63 રૂપિયા થઈ ગઈ છે. જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે.આ પહેલા સોમવારે સવારે ડોલર સામે રૂપિયો 81.47 રૂપિયા પર આવી ગયો હતો. ડૉલર 20 વર્ષની ટોચે પહોંચી ગયો છે. તે જ સમયે, રૂપિયામાં ઐતિહાસિક ઘટાડા પછી, વેપારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક ઘટાડાને રોકવા માટે ડોલરનું વેચાણ કરે તેવી શક્યતા છે.
રૂપિયો નબળો પડવાને કારણે ભારતનું આયાત બિલ વધશે. ભારતે આયાત માટે પહેલા કરતાં વધુ નાણાં ખર્ચવા પડશે. આયાત પર નિર્ભર કંપનીઓનું માર્જિન ઓછું હશે, જેની ભરપાઈ કિંમતો વધારીને કરવામાં આવશે. તેનાથી મોંઘવારી વધશે. પેટ્રોલિયમ ઉત્પાદનો, વિદેશ પ્રવાસ, વિદેશથી સેવાઓ લેવી વગેરે પણ મોંઘા થશે. રૂપિયો નબળો પડવાથી વિદેશી મુદ્રા ભંડાર નબળો પડે છે. તિજોરી ખાલી થઈ જશે. આર્થિક દૃષ્ટિકોણથી આ સારી બાબત નથી.
01 જાન્યુઆરી 75.43
01 ફેબ્રુઆરી 74.39
01 માર્ચ 74.96
01 એપ્રિલ 76.21
01 મે 76.09
01 જૂન 77.21
01 જુલાઇ 77.9501 ઓગસ્ટ 79.54
29 ઓગસ્ટ 80.10
22 સપ્ટેમ્બર 80.79
26 સપ્ટેમ્બર 81.63 નબળો રૂપિયો વિદેશમાં કામ કરતી IT કંપનીઓની કમાણીમાં વધારો કરશે, જ્યારે ફાર્મા સેક્ટરની નિકાસમાં પણ વધારો થશે, જ્યારે ટેક્સટાઇલ સેક્ટરને ફાયદો થશે. કાપડની નિકાસના વૈશ્વિક રેન્કિંગમાં ભારત હાલમાં બીજા ક્રમે છે. નબળો રૂપિયો પણ આ સેક્ટરને ઘણો ફાયદો કરશે.