નાસાએ આજે સવારે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. સ્પેસ એજન્સીએ પૃથ્વીને એસ્ટરોઇડથી બચાવવા માટે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ અંતર્ગત તેણે પોતાનું ડાર્ટ મિશન પાર પાડ્યું. આ પ્રથમ વખત છે જ્યારે પ્લેનેટરી ડિફેન્સ સિસ્ટમ (DART) મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તેનો ફાયદો હવે ભવિષ્યમાં કોઈપણ એસ્ટરોઈડને ખતમ કરવા માટે લઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે અવકાશયાન સવારે 4.45 વાગ્યે ડિમોર્ફોસ નામના નાના લઘુગ્રહ સાથે અથડાયું હતું. ડાર્ટ અવકાશયાન સાથે અથડાતા એસ્ટરોઇડની લંબાઈ 169 મીટર હતી. તેને લાઈવ દર્શાવતી લાઈવસ્ટ્રીમમાં DART ના પોતાના કેમેરા દ્વારા લેવામાં આવેલી ક્યુબ આકારની ઈમેજો દર્શાવવામાં આવી હતી.
IMPACT SUCCESS! Watch from #DARTMIssion’s DRACO Camera, as the vending machine-sized spacecraft successfully collides with asteroid Dimorphos, which is the size of a football stadium and poses no threat to Earth. pic.twitter.com/7bXipPkjWD
— NASA (@NASA) September 26, 2022
DART મિશન એ નિર્ધારિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે શું અવકાશયાન એસ્ટરોઇડની દિશાને પ્રવેગક બળ દ્વારા બદલવામાં સક્ષમ છે અને શું આ આપણા ગ્રહને ભવિષ્યના નુકસાનથી સુરક્ષિત કરી શકે છે. જણાવી દઈએ કે આપણી પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ કરતા એસ્ટરોઈડથી વધુ ખતરો છે અને આ મિશનને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.