ભારતમાં પોલીસ અને સ્થાનિક સરકાર દ્વારા સુપ્રસિદ્ધ હસ્તીઓને સુરક્ષા અાપવામાં અાવે છે.ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, જુદી જુદી વ્યક્તિઓ માટે વિવિધ પ્રકારની સુરક્ષા આપવામાં આવે છે.ભારતમાં સુરક્ષા વ્યવસ્થાને ચાર વર્ગોમાં વહેંચી દેવામાં આવી છે: Z + (ઉચ્ચતમ સ્તર); Z, Y અને X.
ભારતમાંZ + (ઉચ્ચતમ સ્તર); Z, Y અને X સુરક્ષા કોને આપવામાં આવે છે. કોઈ રાજકિય હસ્તી કે પ્રખ્યાત અને સફળ વ્યક્તિને વીઅાઈપી સુરક્ષા ખતરો અને સાવધાનીના ભાગ રૂપે અાપવામાં અાવે છે.ભારતમાં સુરક્ષા વ્યવસ્થાને ચાર વર્ગોમાં વહેંચી દેવામાં આવી છે.Z + (ઉચ્ચતમ સ્તર); Z, Y અને X.
વીઅાઈપી સુરક્ષા Z + (ઉચ્ચતમ સ્તર)-અા 55 જવાનોનું અેક સુરક્ષા કવચ છે સાથે સાથે 10થી વધુ અેનએસજી કમાન્ડો અને પોલીસ ઓફિસરોનો કાફલો હોય છે.
Z શ્રેણી-અા 22 જવાનોનું અેક સુરક્ષા કવચ છે સાથે સાથે 4થી 5 અેનએસજી કમાન્ડો અને પોલીસ ઓફિસરો હોય છે.
Y શ્રેણી-અા 11 જવાનોનું અેક સુરક્ષા કવચ છે સાથે સાથે 1 થી 2 અેનએસજી કમાન્ડો અને પોલીસ ઓફિસરો હોય છે.
X શ્રેણી-અા 2 જવાનોનું અેક સુરક્ષા કવચ છે સાથે સશસ્ત્ર પોલીસ જેને રાજ્યસ્તર પરથી જ નિયુક્ત કરાય છે.
સ્પેશિયલ પ્રોટેક્શન ગૃપ ફક્ત વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને સુરક્ષા પુરી પાડવામાં અાવે છે.
ખડેપગે રહેતા અા સુરક્ષાકર્મીઓની જવાબદારી ખુબજ વધારે હોય છે. જીવના જોખમે ખતરાઓની વચ્ચે સુરક્ષા કરતી અા ટીમ ખુબજ મજબુત હોય છે.