મહેસાણા નિલ પટેલ હત્યા કેસમાં મહેસાણા એસ.પી. ની પ્રેસ કોન્ફ્રરન્સ યોજાઈ. નિલ પટેલ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપી મહેશ પટેલે આજે કરી હતી આત્મ હત્યા. નિલ પટેલ ની હત્યા મહેશ પટેલે આવેશમાં આવી જઈને કરી હતી. છાતી ના ભાગે છરીનો ઘા ઝીંકી મહેશ પટેલે કરી હતી હત્યા.
મહેશ પટેલે ગુનો કબૂલી લીધો હતો. રાત્રે ટોયલેટ જવાના બહાને આરોપી મહેશ પટેલે ટોઇલેટમાં જઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે ગુનામાં વપરાયેલી છારી અને લોહી લુછવા માટે વાપરેલું કપડું કબ્જે કર્યું હતુ. મહેશ પટેલે નિલ ની હત્યાં કર્યા બાદ લાગી આવતા કર્યો આપઘાત.
આપઘાત કેસની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરાશે તપાસ. નિલ પટેલ હત્યા કેસ નું સુપરવિઝન ડી વાય એસ પી મહેસાણા કરી રહ્યા છે.