દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી જૈકબ જુમાએ રાજીનામું આપી દીધુ છે. આફ્રિકન નેશનલ કોંગ્રેસ તરફથી તેમના પર છેલ્લા ઘણાં દિવસોથી રાષ્ટ્રપતિ પદ છોડવા દબાણ કરવામાં આવતુ હતું.રાજીનામાં બાદ દક્ષિણ આફ્રિકામાં જુમાના નવ વર્ષના શાસનનો અંત આવ્યો છે. રાષ્ટ્રના નામે સંબોધન કરતા જુમાએ 30 મિનીટનાં સંબોધનમાં આફ્રિકન કોંગ્રેસના વલણ અંગે અસહમતિ દર્શાવી હતી.
જૈકબ જુમા પર ભ્રષ્ટાચાર અને કૌભાંડ અાચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.જોકે પોતાના પર લગાવવામાં આવેલા તમામ ભ્રષ્ટાચારના આરોપ જૈકબ જુમાએ ફગાવ્યા છે.