કાવેરી જળ વિવાદઃ કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં કાવેરી નદીના પાણીની વહેચણી માટે ઘણાં સમયથી ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે તેમની સુનાવણીમાં કહ્યું છે કે, કોઈ પણ રાજ્ય નદી ઉપર તેમનો દાવો કરી શકે નહીં.
આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને ડિવાય ચંદ્રચૂડની બેન્ચ કરી રહી છે.સુપ્રીમ કોર્ટે તામિલનાડુને મળતા પાણીનો હિસ્સો ઘટાડીને કર્ણાટકનો પાણીનો હિસ્સો વધારી દીધો છે. હવે તામિલનાડુને 177.25 ટીએમસી પાણી આપવામાં આવે છે. કર્ણાટકને 14 ટીએમસી પાણી હવે પહેલાં કરતા વધારે મળશે.
કર્ણાટકે કહ્યું છે કે, 1894 અને 1924માં તે સમયની મદ્રાસ પ્રેસિડન્સી અને મૈસુરની સરકાર વચ્ચે જળ સમજૂતી થઈ હતી. 1956માં નવા રાજ્ય કર્ણાટક અને તમિલનાડુ બન્યા. ત્યારે આ સમજૂતી નવા રાજ્યો વચ્ચે લાગુ કરવામાં આવી નહીં.તેઓ ઈચ્છે છે કે, સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે કે કર્ણાટક તમિલનાડુને માત્ર 132 ટીએમસી ફૂટ પાણી આપે.