ભ્રષ્ટાચારના ભરડા સામે ગુજરાત હાઇકોર્ટે અત્યંત નારાજગી વ્યકત કરી છે અને જણાવ્યુ છે કે જયુડીશ્યરી (ન્યાય પાલિકા) એકલા હાથે ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લઇ ન શકે. આ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને લોકોએ પણ સુધરવુ પડશે.અાકરૂ વલણ અપનાવતા હાઇકોર્ટે ટિપ્પણી કરી છે કે ભ્રષ્ટાચારને ડામવા અેકલેહાથે જોઇતી કામગીરી થશે નહી.અા માટે તમામે સાથે અાવવું પડશે.
હાઇકોર્ટે એવો સવાલ ઉઠાવ્યો હતો કે આપણે કયાં સુધી ભ્રષ્ટાચારને સહન કરતા રહેશુ ? આ માટે કોને દોષ આપશુ ? સ્વતંત્રત થયા પછી પણ ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ આવી શકયુ નથી જે ચિંતાની બાબત છે.જ્યાં જુઓ ત્યા ભ્રષ્ટાચાર શું અા હતું ગાંધીજીનું સપનાનું ભારત ? ભ્રષ્ટાચાર મામલે એકલુ ન્યાયપાલિકા કશુ કરી ન શકે. ભ્રષ્ટાચારનો જવાબ ન્યાયપાલિકા નથી. છેલ્લા બે દાયકાથી ભારતમાં ઉચ્ચ ન્યાયપાલિકાની ભૂમિકામાં ધરખમ ફેરફારો થયા છે.જો કે માત્ર ન્યાયપાલિકા જ પરિવર્તન લાવી ન શકે એટલે કે ભ્રષ્ટાચાર સમાપ્ત કરાવી ન શકે.સમાજે માનસીકતા બદલવી પડશે.